પ્રીત્યું તો શ્રાવણની સાંજ પ્રીત્યું તો શ્રાવણની સાંજ, મોરી સૈયર, પ્રીત્યું નૈં વૈશાખી રાત પ્રીત્યું તો રામકલી રાગ, મોરી સૈયર, પ્રીત્યું નૈં વે’વારી વાત નયણાં તો ઘૂઘવતું ગીત, મોરી સૈયર, નયણાં નૈં મરજાદી વેણ નયણાં તો સાગરનો છાક, મોરી સૈયર, નયણાં નૈં વીરડીનું વ્હેણ શમણાં તો સોનેરી આભ, મોરી સૈયર, શમણાં નૈં રુદિયાની રાખ શમણાં તો જીવતરનો ફાગ, મોરી સૈયર, શમણાં નૈં નીતરતી આંખ જોબન તો સુખડનાં શીત, મોરી સૈયર, જોબન નૈં બાવળની શૂળ જોબન તો ડોલરની ગંધ, મોરી સૈયર, જોબન નૈં આવળનું ફૂલ પરણ્યો તો પાંથીનો રંગ, મોરી સૈયર, પરણ્યો નૈં આછકલી યાદ પરણ્યો તો કંકણનો સૂર, મોરી સૈયર, પરણ્યો નૈં સોરાતો સાદ સ્વર : હંસા દવે ગીતઃ વજુભાઈ ટાંક સંગીત: ક્ષેમુ દિવેટીયા ક્લીક કરો અને સાંભળોઃ
|