[પાછળ]
દુનિયા બોલે એને બોલવા દઈએ

દુનિયા બોલે એને બોલવા દઈએ
એ લોકો બોલે એને બોલવા દઈએ

આપણે રામભજનમાં રહીએ
આપણે હરિભજનમાં રહીએ
આપણે રામભજનમાં રહીએ

હંસલો ને બગલો એક જ રંગના
રાણા  હંસલો  કોને કહીએ?
અરે...હંસપણું જો જાણીએ તો મોતીડા વીણી વીણી લઈએ

આપણે રામભજનમાં રહીએ
આપણે હરિભજનમાં રહીએ 
આપણે રામભજનમાં રહીએ

કોયલ ને કાગડો એક જ રંગના
એમાં  કોયલ  કોને  કહીએ?
અરે.. કોયલપણું જો જાણીએ તો મીઠા બોલા થઈએ

આપણે રામભજનમાં રહીએ
આપણે હરિભજનમાં રહીએ 
આપણે રામભજનમાં રહીએ

બાઈ મીરા કહે ગિરધર નાગર
રાણા ચરણકમળ સ્થિત રહીએ
અરે... શરણપણું જો જાણીએ તો સદ્ગુરુ શોધી લઈએ

આપણે રામભજનમાં રહીએ
આપણે હરિભજનમાં રહીએ 
આપણે રામભજનમાં રહીએ

દુનિયા બોલે એને બોલવા દઈએ
લોકો બોલે એને બોલવા દઈએ

આપણે રામભજનમાં રહીએ
આપણે હરિભજનમાં રહીએ
આપણે રામભજનમાં રહીએ
આપણે હરિભજનમાં રહીએ
 
સ્વરઃ લોકગાયક ધરમશી રાજા

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]