એને જીવવા દ્યોને જરી એને જીવવા દ્યોને જરી એને જીવવા દ્યોને જરી એને જીવવા દ્યોને જરી એને જીવવા દ્યોને જરી જરી ઠરીને હૈયું ભરીને વાત કરી ન કરી એને જીવવા દ્યોને જરી એને જીવવા દ્યોને જરી છો ને જગ જાણે ન જાણે મૃત્યુશૈયાને શમિયાણે ભવ ભવ મળજે મનના માલિક, કહેવું ફરી ફરી એને જીવવા દ્યોને જરી એને જીવવા દ્યોને જરી કોડ હતાં કંઈ-કંઈ કરવાના ભવસાગર સંગે તરવાના મનની વાતો મનમાં રહેતી સપનું જાય સરી એને જીવવા દ્યોને જરી એને જીવવા દ્યોને જરી જીવન કેરે કાંટે એણે મનખો ને મૃત્યુ તોળ્યાં જીવતરના અમૃત સિંચી એણે વિષ હળાહળ ઘોળ્યાં આકાશે ઊગ્યો તારલિયો જાતો આજ ખરી એને જીવવા દ્યોને જરી એને જીવવા દ્યોને જરી એને જીવવા દ્યોને જરી એને જીવવા દ્યોને જરી સ્વરઃ ગીતા રોય ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ચિત્રપટઃ ગાડાનો બેલ (૧૯૫૦) ક્લીક કરો અને સાંભળોઃ [આજે સ્મૃતિશેષ થઈ ગયેલા આ વિરલ મધુર ગીતનો પાઠ ઉપલબ્ધ બનાવવા બદલ જાણીતા ફિલ્મ સંશોધક શ્રી હરીશ રઘુવંશીનો ઘણો ઘણો આભાર.]
|