[પાછળ]
દીકરો મઝાનો મારો

ઝુઝુઝુઝુ....ઝુઝુઝુઝુ, ઝુઝુઝુઝુ....ઝુઝુઝુઝુ
ઝુઝુઝુઝુ....ઝુઝુઝુઝુ, ઝુઝુઝુઝુ....ઝુઝુઝુઝુ
દીકરો મઝાનો મારો
ચંદ્રથી   રૂપાળો  છે
ગોરા  મુખડાથી   એના  ચાંદની રેલાવે

ઝુઝુઝુઝુ....ઝુઝુઝુઝુ, ઝુઝુઝુઝુ....ઝુઝુઝુઝુ
દીકરો મઝાનો મારો
ચંદ્રથી   રૂપાળો  છે
ગોરા  મુખડાથી   એના  ચાંદની રેલાવે

તારલાઓ   ટમટમ  કરે  એને  બોલાવે
વાત  મજાની   કરીને   એને    સૂવડાવે

દીકરો મઝાનો મારો
ચંદ્રથી   રૂપાળો  છે
ગોરા  મુખડાથી   એના  ચાંદની રેલાવે
ઝુઝુઝુઝુ....ઝુઝુઝુઝુ, ઝુઝુઝુઝુ....ઝુઝુઝુઝુ

નાનીનાની આંખોમાં સપનાની વાત સમાણી
ઊંચે  આકાશેથી  આવે  પરીલોકની રાણી
ગાલે ચૂમી એને ખોળે બેસાડે
સુંદર રમકડાથી  એને રમાડે
ઝુઝુઝુઝુ....ઝુઝુઝુઝુ, ઝુઝુઝુઝુ....ઝુઝુઝુઝુ

વાદળોના પારણીયામાં તારલાની દોરી બાંધી
મીઠા  મીઠા  ગીતડાં  ગાઈ   એને  સૂવડાવે

દીકરો મઝાનો મારો
ચંદ્રથી   રૂપાળો  છે
ગોરા  મુખડાથી   એના  ચાંદની રેલાવે
ઝુઝુઝુઝુ....ઝુઝુઝુઝુ, ઝુઝુઝુઝુ....ઝુઝુઝુઝુ

દીકરો મારો કાનકુંવર ને  હું  છું  યશોદા માતા
કૈંક વેળા મેં એને પકડ્યો માખણ મીસરી ખાતા
શિકું   તોડી    ગોરસ    ખોળી
માખણ મીસરી અહીંતહીં ઢોળી
ઝુઝુઝુઝુ....ઝુઝુઝુઝુ, ઝુઝુઝુઝુ....ઝુઝુઝુઝુ

મીઠું મીઠું હસતા હસતા તાળીઓ વગાડે
પોતે   પણ  ખાય  સાથે   મને  ખવડાવે
તારલાઓ   ટમટમ  કરે   એને  બોલાવે
વાત  મજાની   કરીને   એને    સૂવડાવે

દીકરો મઝાનો મારો
ચંદ્રથી   રૂપાળો  છે
ગોરા  મુખડાથી   એના  ચાંદની રેલાવે
ઝુઝુઝુઝુ....ઝુઝુઝુઝુ, ઝુઝુઝુઝુ....ઝુઝુઝુઝુ
ઝુઝુઝુઝુ....ઝુઝુઝુઝુ, ઝુઝુઝુઝુ....ઝુઝુઝુઝુ

સ્વરઃ નિશા ઉપાધ્યાય
ગીતઃ હેમન્ત કારિયા
સંગીતઃ કીર્તિ લાલન
(આલ્બમઃ સ્નેહ)

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]