નજર તમારી નજર તમારી વીંધી અમારા જીગરને ગઈ છબી તમ ચાંદ શી જલાવી બદનને ગઈ ઊડતા અભિલાષના અમીઝરતાં પહાડ પર જોયું તો આગ ભરખી ચમનને ગઈ ભૂલી ભૂલાય ના ઘડીઓ ઘડીક સંગની અજાણ પાપની હાય લાગી મિલનને ગઈ કહેતાં હતાં રૂપને નજરૂંથી નાપી લો રૂપની એ ચિનગારી દઝાડી અમને ગઈ સૂણે કોણ જગમાં કથની અમારી કાળી લૂટાતી અમ દુનિયા ઊજાડી જીવનને ગઈ નજર તમારી વીંધી અમારા જીગરને ગઈ છબી તમ ચાંદ શી જલાવી બદનને ગઈ સ્વરઃ મહમદ રફી ગીતઃ અમરસિંહ લોઢા સંગીતઃ વનરાજ ભાટિયા ચિત્રપટઃ જે પીડ પરાઈ જાણે રે (૧૯૮૨) ક્લીક કરો અને સાંભળોઃ
|