[પાછળ]
મારું મન માંગે એક મન મનગમતું
મારું મન..... મારું મન માંગે એક મન મનગમતું મારું તન માંગે એક તન થનગનતું મારું મન માંગે એક મન મારું મન માંગે એક મન મનગમતું મારું તન માંગે એક તન થનગનતું મારું મન માંગે એક મન કોઈ આવે..... કોઈ આવે મારા ઘટે વીણાના તાર છેડી જાતું નૈનનમાં, મારા નૈનનમાં, કોઈ છાનુંમાનું સંતાતું મારા જીવનનું ઉપવન માંગે સુમન સદા મહેકંતું મારું તન માંગે એક તન થનગનતું મારું મન માંગે એક મન મારા તનમનની તરુવરડાળે થનગન થન નાચે મોર મારા તનમનની તરુવરડાળે થનગન થન નાચે મોર એ મનમોર મારા કાળજડાની કોરે કરતો શોર થનગન થન નાચે મોર મને મળ્યો મારો સાજન, ગગન રાજન મિલન મદઝરતું મારું તન માંગે એક તન થનગનતું મારું મન માંગે એક મન મારું મન માંગે એક મન મનગમતું મારું તન માંગે એક તન થનગનતું મારું મન માંગે એક મન સ્વરઃ આશા ભોસલે ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ચિત્રપટઃ મનુની માસી (૧૯૫૨) ક્લીક કરો ને સાંભળો:
[પાછળ]     [ટોચ]