[પાછળ]
આવ રે વરસાદ ઘેબરીયો પરસાદ

આવ રે વરસાદ ઘેબરીયો પરસાદ
ઊની ઊની રોટલી ને ભીંડાનું શાક
આવ રે વરસાદ ઘેબરીયો પરસાદ
ઊની ઊની રોટલી ને ભીંડાનું શાક

ગરજ ગરજ ઘન ગરજ  ગરજ ઘન    
                 વર્ષા ઋતુ આવી
તરસી ધરતીના સરનામે પત્ર મેઘનો લાવી    
                 વર્ષા ઋતુ આવી

શ્યામ શ્યામ વાદળનો કાગળ વિદ્યુતના અક્ષરમાં
હળવે હાથે સોંપી દીધો વૃક્ષના લીલા થરમાં
શુષ્ક ધરાની છાતી ભીની સુગંધથી છલકાવી
                 વર્ષા ઋતુ આવી

અડકો દડકો દહીં દડુકો
શ્રાવણ ગાજે પીલ્લુ પાકે
ઊલ મૂલ ધતુરાનું ફૂલ
સાકર  શેરડી  ખજૂર
બાઈ તમારા છૈયા છોકરા સારા છે?
હાં રે પીતાંબર પગલાં પાડે છે

પહેર્યાં પીતાંબર જરકસી જામા મોરપીંછ મસ્તક પર
ત્રિભંગધારી  ઊભા  મુરારિ મનમોહન  મુરલીધર
બંસી બટ જમુના તટ પર એની મુરલી મધુર બજાવે
રાધા દોડી દોડી ત્યાં આવે રાધા દોડી દોડી ત્યાં આવે

તું બહેની, તું બાંધવ છે, તું આપણા ઘરનું ઘરેણું
હું બડભાગી ગયા જનમનું શું ય હશે આ લેણું

જોઈ તને આ આંખો ઠરતી મુજથી તું છે સવાઈ
ના હું જીતી, ના તું હાર્યો, પ્રીત નથી રે લડાઈ
વીસરી ના વીસરાય કદીયે એવી છે આ સગાઈ
સાથે મળીને આપણે આપણા સુખની સરગમ ગાવી
બહેની ગાઈએ સૂર મિલાવી
બહેની ગાઈએ સૂર મિલાવી

(આ ફિલ્મી ગીત વિશે જેમની પાસે જે કોઈ માહિતી હોય તો તે mavjibhai at gmail dot com પર લખી મોકલવા વિનંતી છે.)
ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]