[પાછળ]
તમે મારા દેવના દીધેલ છો

તમે મારાં દેવનાં દીધેલ છો
તમે મારાં માંગી લીધેલ છો
આવ્યાં ત્યારે અમર થઈને રો’
આવ્યાં ત્યારે અમર થઈને રો’

મહાદેવ જાઉં ઉતાવળી ને જઈ ચઢાવું ફૂલ
મહાદેવ જાઉં ઉતાવળી ને જઈ ચઢાવું ફૂલ
મહાદેવજી પ્રસન થયા ત્યારે આવ્યાં તમે અણમોલ

તમે મારું નગદ નાણું છો
તમે મારું ફૂલ વસાણું છો
આવ્યાં ત્યારે અમર થઇને રો’

મહાદેવ જાઉં ઉતાવળી ને જઈ ચઢાવું ફૂલ
મહાદેવ જાઉં ઉતાવળી ને જઈ ચઢાવું ફૂલ
પાર્વતી પ્રસન થયાં ત્યારે આપ્યો હૈયાનો હાર

તમે મારું નગદ નાણું છો
તમે મારું ફૂલ વસાણું છો
આવ્યાં ત્યારે અમર થઇને રો’

સ્વરઃ હંસા દવે
ગીતઃ લોકગીત

ક્લીક કરો અને સાંભળો
ઓરિજીનલ ગ્રામોફોન રેકોર્ડ

[પાછળ]     [ટોચ]