ફાગણનો ફાલ હરીન્દ્ર દવેઃ વસંત ક્યાં છે? તમે નજર માંડશો વૃક્ષો પર, પર્ણો પર, પષ્પો પર. કદાચ એ બધાને જોતી નજર જ્યાંથી ફૂટી છે એ હૃદયમાં જ નજર કરવાનું ભૂલાઈ નથી જાતું ને? ત્યાં જ ફાગણનો ફાલ મહોરી રહ્યો છે. ગીતઃ આજ મારાં હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે પિચકારી મારો નહીં ગિરીધારી લાલ રે તારાં તે કાળજાને કેસુડે લાલ લાલ ઝુલે મારા અંતરની ડાળ રોમ રંગાય મારું તારી તે આંખના ઉડતા અણસાર ને ગુલાલ રાધિકાનો રંગ એક, તારું તે વ્હાલ રે પિચકારી મારો નહીં ગિરીધારી લાલ રે મીઠેરી મુરલીના સુર તણી ધાર થકી ભીનું મારાં આયખાનું પોત અંતર ને આંખના અબીલ ગુલાલની આજ લગી વ્હાલી મને ચોટ રાધિકાનો રંગ એક, તારું તે વ્હાલ રે પિચકારી મારો નહીં ગિરીધારી લાલ રે આજ મારાં હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે પિચકારી મારો નહીં ગિરીધારી લાલ રે પિચકારી મારો નહીં ગિરીધારી લાલ રે ગિરીધારી લાલ રે પિચકારી મારો નહીં ગિરીધારી લાલ રે પિચકારી મારો નહીં ગિરીધારી લાલ રે સ્વરઃ કૌમુદી મુનશી ગીતઃ સુરેશ દલાલ સ્વરાંકનઃ ક્ષેમુ દિવેટિયા ક્લીક કરો અને સાંભળોઃ
|