સહેજ વાંસળી વાગે નેસહેજ વાંસળી વાગે ને આ દોડે રાધા
પેલી રુકમણી હીંડોળે જઈ ઝૂલે
ઝૂલા પર ઝૂલનારી જાણે નહિ કે
આવી ઘેલછામાં હૈયું કેમ ખૂલે
મહેલ મહીં મ્હાલવામાં માધવ તો દૂર
અહીં વેદનામાં ઊઘડે અવતાર
ખીલતી કળીને જઈ પૂછો કે કેમ કરી
ફોરમનાં રણઝણતા તાર
એનાં ઝાંઝરમાં વૈભવનો કણસે સૂનકાર
હું તો વૈંકુઠ વેચું છું વણમૂલે
પીંજરના પોપટ ને મેનાની સાથ
ભલે સોનાનાં હીંડોળા ખાટ
તાણી જાય ચીર એવા શ્યામની સંગાથ
કહો, ગોઠડીની છૂટે કેમ ગાંઠ?
જરી સાનમાં કહું ને કબૂલે છે કહાન
એક પળમાં પટરાણીને ભૂલે
સ્વરઃ હંસા દવે
ગીતઃ સુરેશ દલાલ
સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય
ક્લીક કરો અને સાંભળો
ઓરિજિનલ ગ્રામોફોન રેકોર્ડ 7EPE 4109
|