[પાછળ]
આરતને આરે
મહોબત બસ મહોબતના વિચારે જીવતાં શીખો, તરી જાશો એ તરણાંને સહારે જીવતાં શીખો! વમળમાં જીવતાં શીખો, કિનારે જીવતાં શીખો − હવાની જેમ મોજાંઓની હારે જીવતાં શીખો. જીવનમાળો તણખલાં ને તિખારાનો બનેલો છે, તણખલે જીવતાં શીખો : તિખારે જીવતાં શીખો. પ્રકારો જીવવાના સો નહીં બલ્કે હજારો છે, છે એનો અર્થ એ કોઈ પ્રકારે જીવતાં શીખો. પછી જુઓ કે આવે છે મુસીબતમાં મજા કેવી! કસબ આ શીખવા જેવો છે પ્યારે, જીવતાં શીખો. સ્મરણ સુંદરનું કરવું આંખ મીંચી એ ય લ્હાવો છે. બળ્યું છે બ્હારે તે શું ? બંધ બારે જીવતાં શીખો! જશો નજદીક તો 'ઘાયલ', વધુ અંતર પડી જશે, છે બહેતર એ જ કે આરતને આરે જીવતાં શીખો. સ્વર: ઉષા ચિનોય ગઝલઃ અમૃત ઘાયલ ક્લીક કરો ને સાંભળો:
[પાછળ]     [ટોચ]