[પાછળ]
હીરને જીવતર જાણીને

હીરને જીવતર જાણીને અમે પેરિયું રે લોલ
હતું મહોતું કે હતું લેરિયું રે લોલ

હીરને ભાઈગે વણીને અમે વેઠીયું રે લોલ
હતું મહોતું કે હતું લેરિયું રે લોલ
 
હતું મહોતું કે હતું લેરિયું રે લોલ

હે મારી ધીડીનું આભ ભરે... હીબકા રે લોલ
વહમું લાગે મારા આંગણાને લોલ

હીરને ભાઈગે વણીને અમે વેઠીયું રે લોલ
હતું મહોતું કે હતું લેરિયું રે લોલ

હે કોરા મનનો ખાલીપો સૈંયર નીચવું રે લોલ
તારી વાતુંથી મુને રિઝવું રે લોલ

*   *   *   *   *

મેં તો લખમણ રેખાયું બધી ભેદીયું રે લોલ
શીનું મહોતું ને શીનું લેરિયું રે લોલ

હે મેં તો લખમણ રેખાયું બધી ભેદીયું રે લોલ
શીનું મહોતું ને શીનું લેરિયું રે લોલ

હે નથી પગમાં ઝાંઝર કે નથી બેડીયું રે લોલ
મારું મહોતું છે મારું લેરિયું રે લોલ

મારું મહોતું છે મારું લેરિયું રે લોલ
મારું મહોતું છે મારું લેરિયું રે લોલ

સ્વરઃ વ્રતિની પુરોહિત
ગીતઃ મિલિન્દ ગઢવી
સંગીતઃ મેહુલ સુરતી

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]