એક વિના મને એકલું લાગે
એક વિના મને એકલું લાગે
એક વિના મને એકલું લાગે
હોય અનેકગણી વર્ષા તોયે
ચાતક તો એનું બિન્દુ જ માગે
એક વિના મને એકલું લાગે
રૂપની રેખ ભલે રણકે
અને નેપૂર નાદ ભલે છણકે
અને ઓલ્યું તન ભલે તલસાટ કરે પણ
મનની મોસમ જાગી ન જાગે
એક વિના મને એકલું લાગે
રૂપની રેખ ભલે રણકે
અને નેપૂર નાદ ભલે છણકે
અને ઓલ્યું તન ભલે તલસાટ કરે પણ
મનની મોસમ જાગી ન જાગે
એક વિના મને એકલું લાગે
રૂપની, રંગની હોય બિછાવટ
હોય ભલે શણગાર સજાવટ
ધન ભલે, વાહન ભલે
છોને નીત ઝૂલે આંગણ ઐરાવત,
પણ મનને માંગ્યું જો મન મળે નહિ તો
કંઠ કોકિલાનો જાગે ન કાગે
એક વિના મને એકલું લાગે
રૂપની, રંગની હોય બિછાવટ
હોય ભલે શણગાર સજાવટ
ધન ભલે, વાહન ભલે
છોને નીત ઝૂલે આંગણ ઐરાવત,
પણ મનને માંગ્યું જો મન મળે નહિ તો
કંઠ કોકિલાનો જાગે ન કાગે
એક વિના મને એકલું લાગે
સ્વરઃ આશા ભોસલે
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ મનુની માસી (૧૯૫૨)
ક્લીક કરો ને સાંભળો:
|