સાચા સાધુ એમ ઓળખાય હરિરસ પીએ, બીજાને પાય સાચા સાધુ એમ ઓળખાય એ જી સાચા સંતો એમ ઓળખાય સાગર જેવાં દલડાં જેનાં, કદી રે ના છલકાય; ઝેરનાં પિયાલાં જીરવીને જાણે, અમૃત સૌને પાય એ જી સાચા સાધુ એમ ઓળખાય એ જી સાચા સંતો એમ ઓળખાય સોના જેવા શુદ્ધ છતાં યે અગ્નિમાં ઓરાય; કસોટીટાણે ઓછા ન ઊતરે સો ટચના રે થાય એ જી સાચા સાધુ એમ ઓળખાય એ જી સાચા સંતો એમ ઓળખાય ગુરુપ્રતાપે કહે પુરુષોત્તમ સંગ એનો સુખદાયી કરમસંજોગે જો કોઈ સાંપડે તો ભાગ્ય આખું પલટાય એ જી સાચા સાધુ એમ ઓળખાય એ જી સાચા સંતો એમ ઓળખાય પરંપરાગત ભજન સ્વરઃ હસન ઈસ્માઈલ સોલંકી સંગીતઃ ઈસ્માઈલ વાલેરા ક્લીક કરો અને સાંભળોઃ (હાલ સ્મતિશેષ બની ચૂકેલી આ ઓરિજિનલ ગ્રામોફોન રેકોર્ડની હવે દુર્લભ બની ગયેલી ઓડિયો ક્લીપ પ્રેમપૂર્વક આપવા બદલ સાવરકુંડલાના પ્રાધ્યાપક ડૉ. દિલીપ ભટ્ટનો ઘણો ઘણો આભાર)
|