કરું શું હું? ફરું છું અહીં તહીં
કરું શું હું? ફરું છું અહીં તહીં!
કરું શું હું? ફરું છું અહીં તહીં!
કવિતા કરીને મન ભરી લઉં છું
મળે ના કોઈ મળનારું
પૂનમના ચંદ્રને ઉરમાં ઉતારીને રમી લઉં છું
કરું શું હું?
ભર્યા શૂનકારમાં સથવાર હુંમાં હું તણો રહેતો
કદી મારી વ્યથાઓની કથા હું મુજને કહેતો
કદી આશા નિરાશાની...
કદી આશા નિરાશાની ઉષા સંધ્યા બની જઈને
રહું સંસારની સાથે છતાં સંસારથી છેટો
કલંકો, અવગુણો, અપકીર્તિનો કાદવ બની પોતે
કલામય કો કમળદલનું સરસ સર્જન કરી લઉં છું
કરું શું હું?
નથી ભણતર નથી ગણતર
ભર્યું છે ઘર છતાં બેઘર
ભલે હો જલ કે ના જલ
છતાં થઈ તલ
બધાંની બેકદરની હું કદર
કરતાં કરી લઉં છું
જીવન ને મૃત્યુનો રાખ્યો નશો એવો નસેનસમાં
ગમે ત્યારે જીવી લઈને ગમે ત્યારે મરી લઉં છું
કવિ છું હું, કવિ છું હું, કવિની બોલબાલા છું
જીગર જ્વાળા થકી હું કાગળો કાળા કરી લઉં છું
કરું શું હું? ફરું છું અહીં તહીં!
કરું શું હું? ફરું છું અહીં તહીં!
સ્વરઃ મન્ના ડે
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ક્લીક કરો અને સાંભળોઃ
|