એક વાર એકલામાં એક વાર એકલામાં કીધું અડપલું એ મબલખને મેળે ચઢ્યું યાદ હોઠને તો માંડ કરી દાબી દીધાં ત્યાં વળી આંખડીથી છલક્યો ઉન્માદ આછી આછી મલકીને પાછી ગંભીર બનું થોડું થોડું છલકીને થોડી થોડી ધીર બનું માંડ માંડ સંભાળું સાનભાન ત્યાં તો વળી સાંભરતો એ જ તારો સાદ! નિરખી નિરખીને લોક માહ્યોમાંહ્ય ટોળ કરે થોડું મરકીને નહિ નિરખ્યાનો ડોળ કરે ભૂલવા ચહું છું તારાં અલ્લડ તોફાન ત્યારે સ્મરણો માંડે છે કેવો સ્વાદ! સ્વરઃ કૌમુદી મુનશી ગીતઃ હરીન્દ્ર દવે ક્લીક કરો અને સાંભળોઃ
|