[પાછળ]
સપનું થઈને મારી આંખમાં

સપનું થઈને મારી આંખમાં
કેમ કરો તમે અવર જવર
મુજને કહ્યા વગર, મુજને કહ્યા વગર

સપનું થઈને મારી આંખમાં
કેમ કરો તમે અવર જવર
મુજને કહ્યા વગર, મુજને કહ્યા વગર

રાખી મુજને બેખબર, ચોરી લીધું જીગર
મુજને કહ્યા વગર, મુજને કહ્યા વગર

સપનું થઈને મારી આંખમાં
કેમ કરો તમે અવર જવર
મુજને કહ્યા વગર, મુજને કહ્યા વગર

હૈયું મારું હાથમાં આવે નહિ, આવે નહિ
તારી પાસે આવ્યું તારું થઈ
દિલ લગાડી પ્રીત જગાડી મેળવી લીધી નજર
મુજને કહ્યા વગર, મુજને કહ્યા વગર

સપનું થઈને મારી આંખમાં
કેમ કરો તમે અવર જવર
મુજને કહ્યા વગર, મુજને કહ્યા વગર

હે એ.. હે હે હે આશિક જો ને મારી સામું
માશુકની આંખોમાં તો છે આશિકનું સરનામું
હે એ.. હે હે હે આશિક જો ને મારી સામું
માશુકની આંખોમાં તો છે આશિકનું સરનામું

મહોબતની મિજબાની માગે ભીના ભીના અધર
મુજને કહ્યા વગર, મુજને કહ્યા વગર

સપનું થઈને મારી આંખમાં
કેમ કરો તમે અવર જવર
મુજને કહ્યા વગર, મુજને કહ્યા વગર

સ્વરઃ આશા ભોસલે
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ નારી તું નારાયણી (૧૯૭૮)

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]