એક ગગન ગોખનું પંખેરું
એક ગગન ગોખનું પંખેરું આ દુનિયાને દ્વારે આવ્યું
આ દુનિયા કેરું દુઃખ નિરખી એના નૈનોમાં નીર ના માયું
એક ગગન ગોખનું પંખેરું
નીત નવનીત ગીત ગાનારાએ ગીત મધુરું ના ગાયું
અંતરમાં પ્રગટેલું ગીત એના અંતરમાં જ સમાયું
એક ગગન ગોખનું પંખેરું
ડાળે ડાળે... સરવરિયાની પાળે પાળે
ડાળે ડાળે... સરવરિયાની પાળે પાળે
જુગ જુગથી ઝંખેલું શમણું ક્યાંયે ના નિરખાયું
એ આવ્યું તેવું પસ્તાયું
એક ગગન ગોખનું પંખેરું
મૂંઝાઈશ મા જીવનપંખી તું છોને વાદળ છાયું
મૂંઝાઈશ મા જીવનપંખી તું છોને વાદળ છાયું
ઉષા ઊગી તુજ જીવનમાં
ઉષા ઊગી તુજ જીવનમાં અજવાળું પથરાયું
એક ગગન ગોખનું પંખેરું
એક ગગન ગોખનું પંખેરું આ દુનિયાને દ્વારે આવ્યું
આ દુનિયા કેરું દુઃખ નિરખી એના નૈનોમાં નીર ના માયું
એક ગગન ગોખનું પંખેરું
સ્વરઃ ગીતા રોય
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ નણંદ ભોજાઈ (૧૯૪૮)
ક્લીક કરો અને સાંભળોઃ
ચિત્રપટ નણંદ-ભોજાઈ ગુજરાતી અને હિન્દી
બન્ને ભાષામાં બનાવાયું હતું. હિન્દી આવૃત્તિમાં સંગીત
બુલો સી. રાનીનું હતું જ્યારે ગીત પંડિત ઈન્દ્રના હતા.
માણો આ જ ગીત હિન્દીમાં
|