સાત સૂરોના ઈન્દ્રધનુમાં
સાત સૂરોના ઈન્દ્રધનુમાં રૂપ સોહત અલગારું
ઢુંઢત ઢુંઢત પ્યાસી નજરું મોરપીંછ પર વારી
સાત સૂરોના ઈન્દ્રધનુમાં રૂપ સોહત અલગારું
ઢુંઢત ઢુંઢત પ્યાસી નજરું મોરપીંછ પર વારી
વારી....
વારી વારી મોહક વૃજનારી
વારી વારી મોહક વૃજનારી
સ્વર ઢુંઢે નટવર બંસીમાં
સ્વર ઢુંઢે નટવર બંસીમાં નાચત રાધા દુલારી
વારી વારી મોહક વૃજનારી
વારી વારી મોહક વૃજનારી
સાત સૂરોના ઈન્દ્રધનુમાં
સાત સૂરોના ઈન્દ્રધનુમાં
કામણનો કસ્તુરીમૃગ કઈ મહેકે કુંજ નિકુંજે
કામણનો કસ્તુરીમૃગ કઈ મહેકે કુંજ નિકુંજે
કોણ સુરત ભરી ખુશબો વ્રજની ગોપીને ઘર ગૂંજે
પ્રીત ડોરી બાંધે પ્રીત ડોરી
પ્રીત ડોરી બાંધે પ્રીત ડોરી
આવત ઓરી અબલા ગોરી
આવત ઓરી અબલા ગોરી સુધબુધ સાન વિસારી
વારી વારી મોહક વૃજનારી
વારી વારી મોહક વૃજનારી
સ્વરઃ મન્ના ડે અને મહેશકુમાર
ગીતઃ કાંતિ અશોક
સંગીતઃ મહેશ-નરેશ
ચિત્રપટઃ તાનારીરી (૧૯૭૫)
ક્લીક કરો અને સાંભળોઃ
|