ગરવી ગુજરાતણ
હે જુઓ ગરબે ઘૂમે રે ગરવી ગુજરાતણ
હે કેવી શોભે મલપતી નાર ગરવી ગુજરાતણ
હે જુઓ ગરબે ઘૂમે રે ગરવી ગુજરાતણ
એના કંઠે કોયલડી ટહુકે છે
એની આંખે વીજલડી ચમકે છે
એની ડોકે છે કામણ હાર ગરવી ગુજરાતણ
હે જુઓ ગરબે ઘૂમે રે ગરવી ગુજરાતણ
એને ડગલે તે ધરણી ધમધમતી
એની કેડો ઝૂલે છે કેવી મનગમતી
એના ઝાંઝર કરે ઝણકાર ગરવી ગુજરાતણ
હે જુઓ ગરબે ઘૂમે રે ગરવી ગુજરાતણ
સ્વરઃ રાજુલ મહેતા
ગીતઃ ખલીલ ધનતેજવી
સંગીતઃ અજિત મરચંટ
ચિત્રપટઃ ડોક્ટર રેખા (૧૯૭૭)
ક્લીક કરો અને સાંભળોઃ
|