મને એક વાર રાધા બનાવો
અમે પંખી થાશું તો મોર થાશું
ટહુકો થઈ શ્યામ શ્યામ ગૂંજ્યા કરીશું
અને મુગટની શોભા કહેવાશું
મુગટની શોભા કહેવાશું
નિ..સા..ગ..રે.. મ..ગ...સા...નિ... પ..નિ..સા..
તમે શ્યામની ઝાંખી જેવા હું રાધાનું રૂપ
તમે પ્રગટતી જ્યોત કાનજી અનેક ધરંતા રૂપ
મને એક વાર રાધા બનાવો મારા લાલજી
એક વાર રાધા બનાવો
હું તો ઝંખું છું થોડું બસ થોડું રે વ્હાલ જી
એક વાર રાધા બનાવો
મને એક વાર રાધા બનાવો મારા લાલજી
એક વાર રાધા બનાવો
તમે વાંસળી છેડો તો હું દોડી આવું બ્હાર
અમે તો હૈયે ત્રોફાવ્યું છે શ્યામ તમારું નામ
તને વાંસળીના સમ, તને દૂરતના સમ
મારી આંગણિયે એક વાર આવ ને
ભલે ખોટું તો ખોટું પણ રાધે ઓ રાધે
એક વાર કહીને બોલાવ રે
મને એક વાર કહીને બોલાવ રે
મારી પળમાં ન આપવીતી કહી જાય રે લાલજી
એક વાર રાધા બનાવો
તારા માટે હું ફૂલોની જાજમ બિછાવીશ
પાંપણથી કાંટા ઉખાડી
મારા હૈયાને દરબારે તારા તે નામના
પ્રીતનાયે દીવા પ્રગટાવીશ
પ્રીતનાયે દીવા પ્રગટાવીશ
તારા નામના કંકુથી શોભે મારું ભાલ જી
એક વાર રાધા બનાવો
મને એક વાર રાધા બનાવો મારા લાલજી
એક વાર રાધા બનાવો
હું તો ઝંખું છું થોડું બસ થોડું રે વ્હાલ જી
એક વાર રાધા બનાવો
સ્વરઃ સાબીહા ખાન
સંગીતઃ ભવદીપ જયપુરવાલે
નાટકઃ લાઈફ પાર્ટનર
ક્લીક કરો અને સાંભળોઃ
|