[પાછળ]
સંપૂર્ણ જગતમાં ઈશ્વર એક જ

સંપૂર્ણ જગતમાં ઈશ્વર એક જ માનવ માત્ર અધૂરા
સદગુણ જુએ છે શાણાને અવગુણ અપાત્ર અધૂરા

કોઈને રચનારે રૂપ દીધાં  કોઈને  દીધાં અભિમાન
કોઈ ધનઘેલા  કોઈ રસઘેલા  કોઈને દીધાં છે જ્ઞાન

સઘળું નવ સાથ દીધું કોઈને  એ ભૂલે પાત્ર અધૂરા
સંપૂર્ણ જગતમાં ઈશ્વર એક જ માનવ માત્ર અધૂરા

સ્વરઃ માસ્ટર કાસમ અને મોતીબાઈ
ગીતઃ પ્રભુલાલ દ્વિવેદી 
નાટકઃ વડીલોના વાંકે (૧૯૩૮)

ક્લીક કરો અને સાંભળો
ઓરિજિનલ ગ્રામોફોન રેકોર્ડઃ
[પાછળ]     [ટોચ]