સોનાને લાગે ક્યાંથી કાટ? સોનાને લાગે ક્યાંથી કાટ? સંસારી મનવા, સોનાને લાગે ક્યાંથી કાટ? લોઢું આ કટાઈ જાય, તાંબુ આ લીલુંડું થાય ઝેરીલા વાયરામાં જાતે ખવાઈ જાય સોનાને કોઈ ના ઊચાટ સંસારી મનવા, સોનાને લાગે ક્યાંથી કાટ? દુનિયાના દરિયાની આ ખારી હવામાં રાખું અંગે ઓપાઉં અથવા કાદવ કીચડમાં નાખું સોનું ન થાય સીસમપાટ સંસારી મનવા, સોનાને લાગે ક્યાંથી કાટ? સોનુ ના સડતું કોઈ દિ હલકી ધાતુને પગલે સોનાનું સત ના બદલે સોનાની પત ના બદલે બદલે ભલેને એનો ઘાટ સંસારી મનવા, સોનાને લાગે ક્યાંથી કાટ? સ્વરઃ હેમન્તકુમાર ગીતઃ વેણીભાઈ પુરોહિત સંગીતઃ સુરેશકુમાર ચિત્રપટઃ ગુણસુંદરીનો ઘરસંસાર (૧૯૭૨) ક્લીક કરો અને સાંભળોઃ
|