સોળે શણગાર સજી શોભતાં રે
સોળે શણગાર સજી શોભતાં રે કાળકા ગરબે રમવાને જાય
પગમાં ઝાંઝરની ઘૂઘરીઓ ગાજતી ને કંકુનાં પગલાં પરખાય
કાળજામાં કોડ ભરી સૈયરના સાથમાં
આવ્યા અમે માજીને દ્વાર
આશાપૂરા મા પૂરી કરો મારા મનડાની મોંઘેરી આશ
ઝગમગતા દીવડાંની હાર ઝગે ગોખમાં
ને આંગણિયે તોરણ લહેરાય
સોળે શણગાર સજી શોભતાં રે કાળકા ગરબે રમવાને જાય
* * * *
નોબત વાગે છે નોબત વાગે છે
માડીને મંદીરિયે નોબત વાગે છે નોબત વાગે છે
માડી માડી માડી શરણાઈ સૂર છેડે
એવો મીઠો મીઠો સૂર એનો લાગે છે
નોબત વાગે છે નોબત વાગે છે
માડીને મંદીરિયે નોબત વાગે છે નોબત વાગે છે
ઘંટારવ ગાજતાં ને ઊતરતી આરતી
ભક્તોના દુઃખડાંને અંબા વિદારતી
ગોરીના ઘૂમટામાં દર્શન જગદંબાના પગલે ને પગલે પરખાય
સોળે શણગાર સજી શોભતાં રે કાળકા ગરબે રમવાને જાય
સ્વરઃ સુમન કલ્યાણપુર
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ ભાઈબંધી (૧૯૭૬)
ક્લીક કરો અને સાંભળોઃ
|