[પાછળ]
આભને આંબવાના ઓરતા
 
હે મારા અંતરમાં આભને આંબવાના ઓરતા

સૂરજ મલકાતો એની મેડીએ
એના કિરણો છલકાતાં મારી કેડીએ
એના રમણ સારા કામણગારા મારા ચિત્તડાને ચોરતાં

હે મારા અંતરમાં આભને આંબવાના ઓરતા

ધરતીની લીલી લીલી  સેજમાં
તુજને જોઉં હું છાયા ને તેજમાં
સાજન તારા શમણાં સારા આ મારા દિલડાંને દોરતાં

હે મારા અંતરમાં આભને આંબવાના ઓરતા

સ્વરઃ આશા ભોસલે
ગીતઃ બરકત વિરાણી
સંગીતઃ દિલીપ ધોળકીયા
ચિત્રપટઃ જયાપાર્વતી વ્રત (૧૯૮૨)

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]