મારા ઘેરદાર ઘાઘરાના સાજણ સાજણ સાજણ સાજણ સા...જણ ઓ મારા સાજણ મારા ઘેરદાર ઘાઘરાના એક એક આભલામાં એક જ દેખાય મુને ચહેરો સાજણ મારો થોડો ભીનો ને થોડો કોરો સાજણ મારો થોડો ભીનો ને થોડો કોરો થોડો ભીનો ને થોડો કોરો શમણાંના થોક ફૂલ ચૂંટ્યા મેં ખોબલામાં નસ નસમાં દોડે જાણે નેડો જામ્યું ચોમાસું આ ઊછળતા દરિયામાં કિનારાને અડકી ગઈ નહેરો સાજણ મારો થોડો મીઠો ને થોડો ખોરો થોડો મીઠો ને થોડો ખોરો થોડો મીઠો ને થોડો ખોરો મારા ઘેરદાર ઘાઘરાના એક એક આભલામાં એક જ દેખાય મુને ચહેરો ઝંખનાની પૂતળીએ લાલ ચટક ચૂડલામાં ભેળવ્યો છે પ્રીતરંગ ઘેરો કિનખાબી કમખાના બેસંતા મોરલામાં ટાંગ્યો છે માળો મેં અનેરો સાજણ મારો થોડો છેટો ને થોડો ઓરો થોડો ભોળો ને છકેલ છોરો થોડો છેટો ને થોડો ઓરો મારા ઘેરદાર ઘાઘરાના એક એક આભલામાં એક જ દેખાય મુને ચહેરો સાજણ મારો થોડો ભીનો ને થોડો કોરો થોડો ભીનો ને થોડો કોરો સ્વરઃ જયશ્રી શિવરામ ક્લીક કરો અને સાંભળોઃ
|