[પાછળ]
મારો ચકલાંનો માળો

 એ જી મારો ચકલાંનો માળો ચૂંથાણો
વડવાયું કોણે વીંખિયું હો જી

એ જી મારો મીઠો મેરામણ ઉલેચાણો
માછલિયું ક્યાં જઈ નાખવી હો જી

વા’લાના વાવડ ન્હોતા, સાથીના સગડ ન્હોતા
મારે પાને પાને દવ પથરાણો
વડવાયું કોણે વીંખિયું હો જી

એ જી મારો ચકલાંનો માળો ચૂંથાણો
વડવાયું કોણે વીંખિયું હો જી

આંખ્યુંની એંધાણી ન્હોતી, પ્રીતડી બંધાણી ન્હોતી
મારે પાંખે પાંખે તીર પરોવાણા
વડવાયું કોણે વીંખિયું હો જી

સોણાં સૂકાણાં મારાં, ભાણાં ભરખાણાં
મારા અંતરના તૂટ્યાં તાણાવાણા
વડવાયું કોણે વીંખિયું હો જી

એ જી મારો ચકલાંનો માળો ચૂંથાણો
વડવાયું કોણે વીંખિયું હો જી

વડવાયું કોણે વીંખિયું હો જી
વડવાયું કોણે વીંખિયું હો જી

સ્વરઃ પ્રફુલ્લ દવે
ગીતઃ ઈન્‍દુલાલ ગાંધી
સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ અભણ લક્ષ્મી (૧૯૮૦)

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]