[પાછળ]
રમતા જોગી ચલો

રમતા જોગી ચલો...
સમય હો બુરો અથવા ભલો

રમતા જોગી  ચલો ચલોજી ચલો ગેબને ગામ
રમતા જોગી  ચલો ચલોજી ચલો ગેબને ગામ

સમય  છે  પોતે  પ્રશ્નવિરામ
સમય  છે  પોતે  પ્રશ્નવિરામ
સમયનું ક્યાં છે પૂર્ણવિરામ?

રમતા જોગી  ચલો ચલોજી ચલો ગેબને ગામ

સુખ ને દુઃખનું સંગમ તીરથ જીવન એનું નામ
સુખ ને દુઃખનું સંગમ તીરથ જીવન એનું નામ

આવન જાવન ગહન અનાદિ ડરવું પડે શું કામ?
તું  પોતે  છે  પરમ  પ્રવાસી  તું જ પરમનું ધામ
તું જ પરમનું ધામ

રમતા જોગી ચલો ચલોજી ચલો ગેબને ગામ
રમતા જોગી ચલો ચલોજી ચલો ગેબને ગામ

તપ લેખો તો તપ છે જીવન નહિતર તીખો તાપ
તપ લેખો તો તપ છે જીવન નહિતર તીખો તાપ

કસોટીઓને પાર કરે  તે સુખિયો આપોઆપ
પોતામાં સુખ શોધીને કર  પોતાને જ પ્રણામ
પોતાને જ પ્રણામ

રમતા જોગી  ચલો ચલોજી ચલો ગેબને ગામ

રચનાઃ વેણીભાઈ પુરોહિત
સ્વર અને સંગીતઃ દિલીપ ધોળકીયા

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]