[પાછળ]
રંગદાર ચૂડલો ને રંગદાર ચૂડલી

ગરબો ઘૂમે ભવાની મા  લૂમે ને ઝૂમે ભવાની મા
ગરબો ઘૂમે ભવાની મા  લૂમે ને ઝૂમે ભવાની મા

સાકરિયો સાદ એનો ગગનને ચૂમે રે ભવાની મા
ગરબો ઘૂમે ભવાની મા
ગરબો ઘૂમે ભવાની મા  લૂમે ને ઝૂમે ભવાની મા

હે...  રંગદાર ચૂડલો  ને  રંગદાર ચૂડલી
ગરબો જૂએ છે તારી વાટ રે ભવાની મા
ગરબો જૂએ છે તારી વાટ

રંગદાર   ચૂડલો    ને    રંગદાર ચૂડલી
ગરબો જૂએ છે તારી વાટ રે ભવાની મા
ગરબો જૂએ છે તારી વાટ

રંગદાર   ઘાઘરામાં  રણકે   છે  ઘૂઘરી
ગરબો જૂએ છે તારી વાટ રે ભવાની મા
ગરબો જૂએ છે તારી વાટ

હાથે પગે મેંદી મેલી ગજરે ગૂંથી  ચમેલી
હાથે પગે મેંદી મેલી ગજરે ગૂંથી  ચમેલી
રમવાને  રંગભર  રાત  રે  ભવાની  મા
ગરબો જૂએ છે તારી વાટ

રંગદાર   ચૂડલો   ને    રંગદાર ચૂડલી
ગરબો જૂએ છે તારી વાટ રે ભવાની મા
ગરબો જૂએ છે તારી વાટ

માથે   માંડવડી    ને   હાથમાં  જુવારા
ભીનાં ભીનાં  કંકુનાં  પગલાં  મા  તારા
ભીનાં ભીનાં  કંકુનાં  પગલાં  મા  તારા

રંગદાર    રાતમાં    રમવા      ફુદરડી
ગરબાનો ઘડ્યો નવો ઘાટ રે ભવાની મા
ગરબો જૂએ છે તારી વાટ

રંગદાર   ચૂડલો   ને    રંગદાર ચૂડલી
ગરબો જૂએ છે તારી વાટ રે ભવાની મા
ગરબો જૂએ છે તારી વાટ

એ ઓમ  રીમ દીમ દીમ દીમ દીમ
રીમ દીમ દીમ દીમ
દીધી તાળી  ખપ્પરવાળી વાઘેશ્વરી અંબા મહાકાળી
એવી ભોળી માની જોડી
જડે નહિ જગમાં ભક્ત દુઃખ ભંજનવાળી
એવી આશા પૂરી કર આશાપુરી મા
બહુચર મા ભદરકાળી રે જી જી
બહુચર મા ભદરકાળી

રંગદાર  શોભા  માની  રંગદાર  બંગડી
જગજનની   સાક્ષાત   રે   ભવાની  મા
ગરબો જૂએ છે તારી વાટ

રંગદાર   ચૂડલો   ને    રંગદાર ચૂડલી
ગરબો જૂએ છે તારી વાટ રે ભવાની મા
ગરબો જૂએ છે તારી વાટ

સ્વરઃ આશા ભોસલે, વેલજીભાઈ ગજ્જર
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ દાદા હો દીકરી (૧૯૭૭)

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]