જીવવું ને મરવું સાથે ને સાથે છૂટ્યાં ના છૂટે આ પ્રીતિના બંધન જીવવું ને મરવું સાથે ને સાથે, જીવવું ને મરવું સાથે ને સાથે તું મારી રાધા ને હું યદુનંદન જીવવું ને મરવું સાથે ને સાથે, જીવવું ને મરવું સાથે ને સાથે સરવરમાં રમતી આ સારસની જોડી કોઈ શકે ના આ જોડીને તોડી સરવરમાં રમતી આ સારસની જોડી કોઈ શકે ના આ જોડીને તોડી તું છે પાણી ને હું છું ચંદન જીવવું ને મરવું સાથે ને સાથે, જીવવું ને મરવું સાથે ને સાથે હું છું દીપક ને તું છો જ્યોતિ, હું છું દીપક ને તું છો જ્યોતિ હું છું ધાગો ને તું છે મોતી મારી આ આંખે તારી પ્રીતિના અંજન જીવવું ને મરવું સાથે ને સાથે, જીવવું ને મરવું સાથે ને સાથે મારી આ કાયાનો તું પડછાયો તન ને મનમાં તું જ સમાયો મારી આ કાયાનો તું પડછાયો તન ને મનમાં તું જ સમાયો હૈયામાં જાગે છાના છાના સ્પંદન જીવવું ને મરવું સાથે ને સાથે, જીવવું ને મરવું સાથે ને સાથે તું મારી રાધા ને હું યદુનંદન જીવવું ને મરવું સાથે ને સાથે, જીવવું ને મરવું સાથે ને સાથે છૂટ્યાં ના છૂટે આ પ્રીતિના બંધન જીવવું ને મરવું સાથે ને સાથે, જીવવું ને મરવું સાથે ને સાથે જીવવું ને મરવું સાથે ને સાથે, જીવવું ને મરવું સાથે ને સાથે સ્વરઃ આશા ભોસલે અને સુરેશ વાડકર ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ચિત્રપટઃ રાખના રમકડાં (૧૯૮૩) ક્લીક કરો અને સાંભળોઃ
|