મારો વાલમ રૂવાબદાર મોટો એની અણીયાળી મોજડીએ રેશમનો ગોટો, રેશમનો ગોટો, રેશમનો ગોટો સારા શહેરમાં મળે ન એનો જોટો સારા શહેરમાં મળે ન એનો જોટો રંગીલો મારો, હો કોડીલો મારો ઓ મારો, ઓ મારો વાલમ રૂવાબદાર મોટો મૂછના કોડલે ભરાયું મારું દિલ ને હું જાણું તોયે મીઠી મીઠી મોજભરી માણતું રોબદાર મૂછ મહીં શોભે મારો સાહ્યબો નિરખી મારું હૈયું હેત આંખોમાં આણતું મારા ફરકે ગુલાબી રંગી હોઠો સારા શહેરમાં મળે ન એનો જોટો રંગીલો મારો, હો કોડીલો મારો ઓ મારો, ઓ મારો વાલમ રૂવાબદાર મોટો સોણલામાં હીંચકે હીંચોળી હું તો રાચું મારા વાલમને પાંપણની પાંખમાં સમાવીને જાયે દૂર સરી છેલ પાંપણપટ ખોલીને મારી નીંદરડી ચોરી હસે મુખડું મલકાવીને એનું મુખડું ગુલાબનો ગોટો સારા શહેરમાં મળે ન એનો જોટો રંગીલો મારો, હો કોડીલો મારો ઓ મારો, ઓ મારો વાલમ રૂવાબદાર મોટો સર્વે સખીઓમાં જૂઓ મારો નરબંકો છેલ થનગન નાચું હું જેમ મોર સંગ નાચે ઢેલ નાચું નાચું ને રાચું સાનભાન ભૂલી ઘેલી સરવાળે સાસરિયાની લાજ મેં તો મેલી મેં તો પીધો અમરતનો ભરી લોટો સારા શહેરમાં મળે ન એનો જોટો રંગીલો મારો, હો કોડીલો મારો ઓ મારો, ઓ મારો વાલમ રૂવાબદાર મોટો સ્વરઃ સુધા મલ્હોત્રા ક્લીક કરો અને સાંભળોઃ
|