[પાછળ]
         તારી જીવનગાડી ચાલી રે
એ... અલક મલક આગે પડ્યા માનવ ચાલ્યો જાય લેખ લલાટે જે લખ્યા એ મિથ્યા કદી ન થાય તારી જીવનગાડી ચાલી રે પ્રાણી કીએ રે મુકામે કીએ રે મુકામે તારી જીવનગાડી ચાલી રે સાવ રે અજાણ્યા પંથે છૂટી જાય સાથી સંગી મળી જાય નહિ કોઈ સથવારો કરેલા કરમ કેરી બાંધી રે ગઠરિયા કરેલા કરમ કેરી બાંધી રે ગઠરિયા ને એકલો તું ચાલ્યો પડધારો ને ત્યાં તો બીજી વાટ્યું આવી રે રે પ્રાણી ઘૂમ્યો ધામ ધામે તારી જીવનગાડી ચાલી રે મોતની લગાવી બાજી જીવનનો જુગાર ખેલ્યો આતમા રમાડે ભોળે ભાવે ગણેલી રકમ લઈને આવ્યો રે બજારમાં ગણેલી રકમ લઈને આવ્યો રે બજારમાં ને જિંદગી ગુમાવી એક દાવે એ ગોરખધંધો ખાલી રે પ્રાણી મળી ખોટ સામે તારી જીવનગાડી ચાલી રે

સ્વરઃ પ્રદીપજી ગીત-સંગીતઃ નિનુ મઝુમદાર ચિત્રપટઃ જીવણો જુગારી (૧૯૬૩) ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]