[પાછળ]
સજી સોળે શણગાર

સજી સોળે શણગાર  જશું સાસરને  દ્વાર  હોવે હોવે

ભલે લોક બધા ટીકી ટીકી જોવે હોવે હોવે હોવે હોવે

કનકદોરના                                
કનકદોરના કંદોરા ને માથે મૂક્યાં મોર    
કનકદોરના કંદોરા ને માથે મૂક્યાં મોર    
સોનેરી સાળુડા ઉપર ઝગમગ ઝીકની કોર
સોનેરી સાળુડા ઉપર ઝગમગ ઝીકની કોર

હોવે હોવે હોવે હોવે
સજી સોળે શણગાર જશું સાસરને દ્વાર હોવે હોવે

બાજુબંધ  વીંછીયા વીંટી ને છમ છમકતું ઝાંઝરીયું

ગોરા  મારા મુખડા  ઉપર  વારી  જાશે  સાસરીયું
ગોરા  મારા મુખડા  ઉપર  વારી  જાશે  સાસરીયું
હોવે હોવે હોવે

સજી સોળે શણગાર જશું સાસરને દ્વાર હોવે હોવે

માંડવડા બંધાશે મંગલ ગીત ગવાશે હોવે
માંડવડા બંધાશે મંગલ ગીત ગવાશે
કંથ કહ્યાગર મારી આંખોમાં
આવી આવી સંતાશે હોવે હોવે

સજી સોળે શણગાર  જશું સાસરને  દ્વાર  હોવે હોવે
ભલે લોક બધા ટીકી ટીકી જોવે હોવે હોવે હોવે હોવે
સજી સોળે શણગાર  જશું સાસરને  દ્વાર  હોવે હોવે

સ્વરઃ ગીતા રોય
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ નણંદભોજાઈ (૧૯૪૮)

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]