ઘૂમટો તાણ ઘૂમટો તાણ ઘૂમટો તાણ ઓ નવાનગરની વહુવારું ઘૂમટો તાણ ઘૂમટો તાણ આ પિયરિયાની પોળ નથી અલી સાસરિયું છે જાણ ઘૂમટો તાણ ઓ નવાનગરની વહુવારું ઘૂમટો તાણ ઘૂમટો તાણ ઓ નવાનગરની વહુવારું ઘૂમટો તાણ ઘૂમટો તાણ હાથે લાકડી માથે પાઘડી સાવજની કાયામાં બકરી છે રાંકડી હાથે લાકડી માથે પાઘડી સાવજની કાયામાં બકરી છે રાંકડી તારો સસરો કનકનો ભાણ ઘૂમટો તાણ ઓ નવાનગરની વહુવારું ઘૂમટો તાણ ઘૂમટો તાણ ઓ નવાનગરની વહુવારું ઘૂમટો તાણ ઘૂમટો તાણ ગોળ મટોળ જેનું તનડું છે ખાસ્સું છૂપી છૂપાવી કદી છૂપે ન સાસુ ગોળ મટોળ જેનું તનડું છે ખાસ્સું છૂપી છૂપાવી કદી છૂપે ન સાસુ એ તો બોલે નહિ મારે છૂટો પાણ ઘૂમટો તાણ ઓ નવાનગરની વહુવારું ઘૂમટો તાણ ઘૂમટો તાણ ઓ નવાનગરની વહુવારું ઘૂમટો તાણ ઘૂમટો તાણ કાયાની ક્યારીમાં ફૂલ એક નાનું ટીકી ટીકી જોઈ લેતું રૂપ તારું છાનું કાયાની ક્યારીમાં ફૂલ એક નાનું ટીકી ટીકી જોઈ લેતું રૂપ તારું છાનું એ તો નણદીનો વીર તારો પ્રાણ ઘૂમટો તાણ ઓ નવાનગરની વહુવારું ઘૂમટો તાણ ઘૂમટો તાણ સ્વરઃ સુમન કલ્યાણપુર ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ચિત્રપટઃ ચૂંદડી-ચોખા (૧૯૬૧) ક્લીક કરો અને સાંભળોઃ
|