[પાછળ]
આ રંગભીના ભમરાને

આ  રંગભીના ભમરાને  કહોને  કેમ કરી ઉડાડું?
ફૂલ-ફટાયો  પજવે  મુજને,  ના પાડું?  હા  પાડું?

પ્રીતભર્યા સરવરના નીરે ગળાબૂડ ઊભી જ્યાં ધીરે
ઘૂંઘટ ખેંચી લજવે  મુજને,   ના પાડું?  હા  પાડું?

આ  રંગભીના ભમરાને  કહોને  કેમ કરી ઉડાડું?
ફૂલ-ફટાયો  પજવે  મુજને,  ના પાડું?  હા  પાડું?

ઉર કમળને કોરી કોરી ગુનગુનતો ગાતો રસહોરી
રૂપરસીલો  રીઝવે મુજને,   ના પાડું?  હા  પાડું?

આ  રંગભીના ભમરાને  કહોને  કેમ કરી ઉડાડું?
ફૂલ-ફટાયો  પજવે  મુજને,  ના પાડું?  હા  પાડું?
 
સ્વરઃ કૌમુદી મુનશી
ગીતઃ ભાસ્કર વોરા
સંગીતઃ દિલીપ ધોળકીયા

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]