તમારા નયનમાં એક સ્વપ્નું તમારા નયનમાં એક સ્વપ્નું થઈને મને સંતાઈ જાતાં નહિ વાર લાગે તમારા ચરણની નીચે કુસુમ થઈને મને ચગદાઈ જાતાં નહિ વાર લાગે આંખેથી પૂછ્યું તે આંખેથી કહેવાની કરશો નહિ જો તમે મહેરબાની તમે મહેરબાની તો તમારા કલાપે એક ગજરો થઈને મને ગૂંથાઈ જાતાં નહિ વાર લાગે નહિ વાર લાગે મારી જ મહેફીલમાં મારાથી દૂર રહી નર્તન કરો છો બીજા કોઈ સામે તમારા આ નૂપુરનું તમારા આ નૂપુરનું ઘુંઘરું થઈને મને બંધાઈ જાતાં નહિ વાર લાગે નહિ વાર લાગે ચંપો થઈને તમારા ચમનમાં મનમાં તમન્ના છે મહેકી જવાની અરે મહેકી જવાની પણ તમારા આ ઘૂંઘટનો એક નિસાસો થઈને મને રૂંધાઈ જાતાં નહિ વાર લાગે નહિ વાર લાગે અમે દિલ દીધું તમે દિલ દઈ દ્યો નહિ દ્યો તો થાશે શું એ પણ કહી દઉં કે તમારા આ પાલવનો છેડો થઈને મને ચૂંથાઈ જાતાં નહિ વાર લાગે નહિ વાર લાગે નહિ વાર લાગે તમારા નયનમાં એક સ્વપ્નું થઈને મને સંતાઈ જાતાં નહિ વાર લાગે સ્વરઃ પુરુષોત્તમ ઉપાધ્યાય ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ક્લીક કરો અને સાંભળોઃ
|