[પાછળ]
      હું ઘૂંઘટમાં ઘેરાણી
હું ઘૂંઘટમાં ઘેરાણી ચાંદની છું સૂર નૂપુરથી ભીંજાણી રાગિણી છું હું નીલકમલનું ફૂલ રે કોણ મૂલવે મારા મૂલ રે હું મુરલીથી લજવાણી નાગણી છું સૂર નૂપુરથી ભીંજાણી રાગિણી છું હું ઘૂંઘટમાં ઘેરાણી ચાંદની છું સૂર નૂપુરથી ભીંજાણી રાગિણી છું શ્રાવણનું વાદળ મારા નૈનોનું કાજળ હું મોસમની મસ્તાની શ્રાવણી છું સૂર નૂપુરથી ભીંજાણી રાગિણી છું હું ઘૂંઘટમાં ઘેરાણી ચાંદની છું સૂર નૂપુરથી ભીંજાણી રાગિણી છું કોઈ નૈન મિલાવે છાનું કરે નજરોનું નજરાણું હું હર રંગે રંગાણી ફાગણી છું સૂર નૂપુરથી ભીંજાણી રાગિણી છું હું ઘૂંઘટમાં ઘેરાણી ચાંદની છું સૂર નૂપુરથી ભીંજાણી રાગિણી છું

સ્વરઃ આશા ભોસલે ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ચિત્રપટઃ ચૂંદડી-ચોખા (૧૯૬૧) ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]