[પાછળ]
બોલે બોલે મિલનનો મોર

ઓ બોલે બોલે ઓ બોલે બોલે મિલનનો મોર
ઓ રસિયા જોબનવનમાં બોલે મિલનનો મોર

જોબન વરસે ઓ વરસે ઓ વરસે ચારે કોર
બોલે બોલે ઓ બોલે બોલે મિલનનો મોર
ઓ રસિયા જોબનવનમાં બોલે મિલનનો મોર

છકેલી અલબેલી મોસમ સૂરીલી શ્રાવણની સરગમ
ભાલે તે પાંપણનું કુમકુમ ગુલાબી રંગતની રૂમઝૂમ

પ્રીતનો પહેલો હો પહેલો હો પહેલો મંજુલ દોર
ઓ રસિયા જોબનવનમાં બોલે મિલનનો મોર

બોલે બોલે મિલનનો મોર
ઓ રસિયા જોબનવનમાં બોલે મિલનનો મોર

સજન તું ડોલર ને હું જૂઈ રમતમાં નહિ અંચી કે થૂઈ
પ્રીતનો કાંટો વાગ્યો ઊઈ રસિલી રીત જ વાલામૂઈ

એ નૈનાં ઘેલા ઓ ઘેલા ઓ ઘેલા ને ઘનઘોર
ઓ રસિયા જોબનવનમાં બોલે મિલનનો મોર

ઓ બોલે બોલે ઓ બોલે બોલે મિલનનો મોર 
ઓ રસિયા જોબનવનમાં બોલે મિલનનો મોર

સ્વરઃ આશા ભોસલે અને દિલીપ ધોળકીયા
ગીતઃ વેણીભાઈ પુરોહિત
સંગીતઃ દિલીપ ધોળકીયા
ચિત્રપટઃ ડાકુરાણી ગંગા (૧૯૭૬)

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]