મારો મન મોરલિયો
મારો મન મોરલિયો…
મારો મન મોરલિયો બોલે મારું હૈયું ઝૂલે હિંડોળે
જાણે રસ ડોલરિયો…
જાણે રસ ડોલરિયો ડોલે મારું હૈયું ઝૂલે હિંડોળે
મારો મન મોરલિયો…
રસ હેલ ભરીને ઢેલ મારી અમૃતરસ ઢોળે
સ્વર્ગ સરસ કે સૃષ્ટિ સારી સ્વપ્નોમાં ખોળે
મારો મન મોરલિયો બોલે મારું હૈયું ઝૂલે હિંડોળે
જાણે રસ ડોલરિયો…
જાણે રસ ડોલરિયો ડોલે મારું હૈયું ઝૂલે હિંડોળે
મારો મન મોરલિયો…
મને વિશ્વ મહીં વસવું ગમતું
જ્યાં હૃદય રહે હસતું રમતું
જ્યાં મુક્ત પ્રેમના વિહારની
સંગ જીવન સદા થનગનતું
નથી સ્વર્ગ સૃષ્ટિની તોલે મારું હૈયું ઝૂલે હિંડોળે
મારો મન મોરલિયો…
મારો મન મોરલિયો બોલે મારું હૈયું ઝૂલે હિંડોળે
જાણે રસ ડોલરિયો…
જાણે રસ ડોલરિયો ડોલે મારું હૈયું ઝૂલે હિંડોળે
મારો મન મોરલિયો…
ચાલ ચાલ મનમોહન આવ જઈએ અવનીને આરે
પ્રીતગીત ગાઈશું સંગે પ્રેમભર્યા સંસારે
જ્યાં પ્રણય કોકિલા…
જ્યાં પ્રણય કોકિલા બોલે મારું હૈયું ઝૂલે હિંડોળે
મારો મન મોરલિયો…
મારો મન મોરલિયો બોલે મારું હૈયું ઝૂલે હિંડોળે
જાણે રસ ડોલરિયો…
જાણે રસ ડોલરિયો ડોલે મારું હૈયું ઝૂલે હિંડોળે
મારો મન મોરલિયો…
સ્વરઃ રાજકુમારી અને રમેશ દેસાઈ
ગીતઃ પ્રફુલ્લ દેસાઈ
સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ હોથલ પદમણી (૧૯૪૭)
ક્લીક કરો અને સાંભળોઃ
|