[પાછળ]
મન મારું મોહ્યું રે મુરલીમાં
મન મારું મોહ્યું રે મુરલીમાં ઓ... ભાન મેં તો ખોયું રે મુરલીમાં મન મારું મોહ્યું રે મુરલીમાં કોઈ રે ક્યાં જાણે મારા મનડાંની વાત વીતી ના વીતે મારી ગોઝારી રાત કોઈ રે ક્યાં જાણે મારા મનડાંની વાત વીતી ના વીતે મારી ગોઝારી રાત આંસુડે મન ધોયું રે મુરલીમાં આંસુડે મન ધોયું રે મુરલીમાં ઓ... ભાન મેં તો ખોયું રે મુરલીમાં ઓ... ભાન મેં તો ખોયું રે મુરલીમાં દિલમાં દાવાનળ ને આંખે વરસાદ શ્યામ તને શમણામાં પાડું હું સાદ દિલમાં દાવાનળ ને આંખે વરસાદ શ્યામ તને શમણામાં પાડું હું સાદ તેવું શ્યામ મુખ જોયું રે મુરલીમાં શ્યામ મુખ જોયું રે મુરલીમાં ઓ... મુખ મીઠું જોયું રે મુરલીમાં ઓ... મુખ મીઠું જોયું રે મુરલીમાં
સ્વરઃ સુધા લાખિયા ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ક્લીક કરો અને સાંભળોઃ
નોંધઃ ગીતના શબ્દો તેમ જ ઓડિયો ક્લીપ માટે ગિરીશભાઈ જે. મોદીનો તથા તે શબ્દો સુધારી આપવા માટે દેવેન્દ્ર પટેલનો આભાર
[પાછળ]     [ટોચ]