[પાછળ]
એની મધુરી યાદ
એની મધુરી યાદ મારા દિલમાં રહી ગઈ ના જાણે એ ક્યાં ગઈ ના જાણે એ ક્યાં ગઈ એની મધુરી યાદ મારા દિલમાં રહી ગઈ ના જાણે એ ક્યાં ગઈ ના જાણે એ ક્યાં ગઈ એની કોઈ નથી એંધાણી એ તો મુજથી સાવ અજાણી પનઘટ જાતાં જોઈ છબી એની આંખોમાં દોરાણી મોં મલકાવી નૈન નચાવી આવી એમ તેવી ગઈ ના જાણે એ ક્યાં ગઈ ના જાણે એ ક્યાં ગઈ એની મધુરી યાદ મારા દિલમાં રહી ગઈ ના જાણે એ ક્યાં ગઈ ના જાણે એ ક્યાં ગઈ યુગ યુગથી હું એને ઓળખું એવું મનમાં લાગે ડગલે ડગલે પગલે પગલે ભણકારા એના વાગે એને છોડતાં કૈંક જીવનની મધુરાશ વહી ગઈ ના જાણે એ ક્યાં ગઈ ના જાણે એ ક્યાં ગઈ એની મધુરી યાદ મારા દિલમાં રહી ગઈ ના જાણે એ ક્યાં ગઈ ના જાણે એ ક્યાં ગઈ
સ્વરઃ હરીશ ભટ્ટ ગીતઃ રમેશ ગુપ્તા સંગીતઃ જયંતી જોશી ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]