મોતીની માળા મોતીની માળા તૂટી ગઈ, મોતીની માળા તૂટી ગઈ મોતીડાં વેરાય, એને કોક તો વીણો, એને કોક તો વીણો ધરતીની ધૂળમાં રોળાતાં આ જીવન રોળાય એને કોક તો વીણો, એને કોક તો વીણો આશાની છીપમાં સર્જાયા, પ્રીતિના નીરથી પોષાયા જીવનના તારે ગૂંથાયા, વણમૂલા કહેવાય એને કોક તો વીણો, એને કોક તો વીણો મન મેરામણના આ મોતી, હું લાવી છું ગોતી ગોતી એ ખોવાતાં આંખો રોતી, સમજો તો સમજાય એને કોક તો વીણો, એને કોક તો વીણો નિર્મળ નારીના આ સાથી, સુખદુઃખના એ તો સંગાથી ખૂટી જાશે ખોળાશે ક્યાંથી, આંખડી થાકી જાય એને કોક તો વીણો, એને કોક તો વીણો મોતીની માળા તૂટી ગઈ, મોતીની માળા તૂટી ગઈ મોતીડાં વેરાય, એને કોક તો વીણો, એને કોક તો વીણો એને કોક તો વીણો સ્વરઃ ગીતા રોય ગીતઃ પ્રફુલ્લ દેસાઈ સંગીતઃ મુકુલ રોય ચિત્રપટઃ વિધાતા (૧૯૫૬) ક્લીક કરો અને સાંભળોઃ
|