[પાછળ]
ઘુમડ ઘુમડ ઘુમ ઘુમ

આયો રે આયો રે મેઘા આયો રે આયો રે મેઘા આયો રે
મેઘા રે મેઘા રે આયો મેઘા રે મેઘા રે આયો મેઘ

ઘુમડ ઘુમડ ઘુમડ ઘુમડ ઘુમ ઘુમ

ઘુમડ ઘુમડ ઘુમ, ઘુમડ ઘુમડ ઘુમ છાયી ઘટા ઘનઘોર
મેઘરાજની ચડી સવારી, છડી પુકારે મોર

ઘુમડ ઘુમડ ઘુમ, ઘુમડ ઘુમડ ઘુમ છાયી ઘટા ઘનઘોર
મેઘરાજની ચડી સવારી, છડી પુકારે મોર

ઘુમડ ઘુમડ ઘુમ, ઘુમડ ઘુમડ ઘુમ છાયી ઘટા ઘનઘોર
ઘુમડ ઘુમડ ઘુમ, ઘુમડ ઘુમડ ઘુમ છાયી ઘટા ઘનઘોર

મોહક શીતળતા લઈ વહેતો વાયુ સન સન સન સન
જાણે રણકતી પાયલ પહેરી ધરતી કરતી નર્તન

શ્યામલ નભને માર્ગ મચ્યો છે મેઘનો કલશોર
ઘુમડ ઘુમડ ઘુમ, ઘુમડ ઘુમડ ઘુમ છાયી ઘટા ઘનઘોર
મેઘરાજની ચડી સવારી, છડી પુકારે મોર
ઘુમડ ઘુમડ ઘુમ, ઘુમડ ઘુમડ ઘુમ છાયી ઘટા ઘનઘોર

આગળ સાજન મહાજન સરખા કાળા વાદળ સોહે
ગડુડુ  ગડુડુ  નિશાન  ડંકા   સૌના  મનડાં  મોહે
ધીમી  ઢાળે   ધુમ  મચાવે  ધરતીનો   ચિત્તચોર

ઘુમડ ઘુમડ ઘુમ, ઘુમડ ઘુમડ ઘુમ, છાયી ઘટા ઘનઘોર
મેઘરાજની ચડી સવારી, છડી પુકારે મોર
ઘુમડ ઘુમડ ઘુમ, ઘુમડ ઘુમડ ઘુમ, છાયી ઘટા ઘનઘોર

કલકલ કલકલ વહેતા ચંદન સરીખા જળ છે નિર્મલ
સકલતાને  રસમય   કરતા   ભીંજવી દેતા  શીતલ
રંગે ભરાણી સુંદર લીલી લીલી ધારે ભોમ
છડી પુકારે મોર, છડી પુકારે મોર

ઘુમડ ઘુમડ ઘુમ, ઘુમડ ઘુમડ ઘુમ, છાયી ઘટા ઘનઘોર
મેઘરાજની ચડી સવારી, છડી પુકારે મોર
ઘુમડ ઘુમડ ઘુમ, ઘુમડ ઘુમડ ઘુમ, છાયી ઘટા ઘનઘોર

ઘુમડ ઘુમડ ઘુમડ ઘુમડ ઘુમ ઘુમ
ઘુમડ ઘુમડ ઘુમડ ઘુમડ ઘુમ ઘુમ

રજૂઆતઃ જામનગર વાદ્યવૃન્દ
રચનાઃ રાહી ઓધારિયા

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]