[પાછળ]
દર્પણમાં હું મળું

દર્પણ મહીં  નિહાળો  તો દર્પણમાં હું મળું
તમને તમારા સઘળાયે વળગણમાં  હું મળું

શ્વાસોના તારે જેનું  ભર્યું  છે  ભરત તમે
એ ચાકડા ટોડલિયા ને તોરણમાં  હું મળું

જ્યાં જ્યાં નજર તમારી પડે હું જ હું જ હું
ઘરમાં દીવાલે બારીએ આંગણમાં  હું મળું

સુખના સમયની છલના સમો રાહી હું નથી
દુઃખના સમયની આખરી ક્ષણ ક્ષણમાં હું મળું

સ્વરઃ મેઘના ખારોડ
રચનાઃ ‘રાહી’ ઓધારિયા

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]