[પાછળ]
કદી તડકા કદી છાયા

કદી તડકા કદી છાયા
કદી તડકા કદી છાયા, કદી તડકા કદી છાયા

સહુને  હોય જીવનમાં, કદી તડકા કદી છાયા
જે તડકા ના સહે એવી ન કરીએ લાડકી કાયા

ઘડે છે જિંદગી તડકા, ખરું શિખવે દુઃખી દિવસો 
સુખી દિવસો વધારે છે, વિલાસી વૈભવની માયા

કદી તડકા કદી છાયા
રહો રોતાં અગર હસતાં પડે તે તાપ સહેવાના
તો હસતાં કાં નહિ સહેવા વિષમ વેળાના પડછાયા

કદી તડકા કદી છાયા
સહુને  હોય જીવનમાં, કદી તડકા કદી છાયા

સ્વરઃ મોતીબાઈ

ક્લીક કરો અને સાંભળોઃ
(નોંધઃ આ ક્યા નાટકનું ગીત છે, ગીત કોણે ગાયું છે, કોણે રચેલું છે અને તેનું સ્વરાંકન કોણે કરેલું છે તેની સાચી માહિતી કોઈની પાસે હોય તો આપવા વિનંતી છે. અત્રે ફક્ત અનુમાનના આધારે ગાયિકા તરીકે મોતીબાઈનું નામ લખ્યું છે.)

આ નાટ્યગીત સાંભળ્યા પછી તે જ વાતનો પડઘો પાડતું ગીતકાર તથા ગાયક કવિ પ્રદીપજીનું આ ગીત પણ સાંભળો. ૧૯૭૧ના હિન્દી ચલચિત્ર ‘કભી ધૂપ કભી છાંવ’નું આ ગીત છે અને તેના સંગીતકાર હતા ચિત્રગુપ્ત.

[પાછળ]     [ટોચ]