ભમરા સરખું મારું મનડું
ભમરા સરખું મારું મનડું જૂએ ના હાય વન વગડું
ભમતું ફરે છે ક્યાં ક્યાં ભટક્યા કરે છે જ્યાં ત્યાં
શું કરું રે બેની શું કરું?
જૂએ ના એ દિન રાત રે દિન રાત રે
બેની માને ના મારી કોઈ વાત રે કોઈ વાત રે
કોઈ મારો સંદેશો લઈ જાય
ભટકે છે એ જઈને ત્યાં
શું કરું રે બેની શું કરું?
રૂપનો લોલુપ જોગી
વાસનાનો એ ભોગી, વાસનાએ દોરી
ગોરીના નૈન નિહાળી, ભોળી રંભાને ભાળી
મારે છે ફાફાં, બેની શું કરું રે બેની શું કરું?
ભ્રમણાની દોરી નથી તૂટતી રે નથી તૂટતી
એની કુટેવો નથી છૂટતી રે નથી છૂટતી
એને કોઈનું નથી બંધાણ, ન કોઈનું દબાણ
મન જઈને મેલે, શું કરું રે બેની શુ કરું?
ભમરા સરખું મારું મનડું જૂએ ના હાય વન વગડું
ભમતું ફરે છે ક્યાં ક્યાં ભટક્યા કરે છે જ્યાં ત્યાં
શું કરું રે બેની શું કરું?
સ્વરઃ મુકેશ (૧૯૫૨)
ગીતઃ રમેશ ગુપ્તા
સંગીતઃ જયંતી જોશી
ક્લીક કરો અને સાંભળોઃ
|