[પાછળ]
વીજલડી રે

વીજલડી રે…
વીજલડી રે આમ ઝબકીને હાલ્યા જવાય નહિ
વીજલડી રે, વીજલડી રે

એક વાર ઝબકો એમાં ટાઢક શું થાય એ કહો
એક વાર ઝબકો એમાં ટાઢક શું થાય એ કહો
રે મુને તાક્યા વિના રહેવાય નહિ

વીજલડી રે…
વીજલડી રે આમ ઝબકીને હાલ્યા જવાય નહિ
વીજલડી રે, વીજલડી રે

નારી એક જ્વાલા એની પૂંઠે ખાખ થવાય નહિ ઠાલાં
નારી એક જ્વાલા એની પૂંઠે ખાખ થવાય નહિ ઠાલાં

ઘાયલ થયાની ગત ઘાયલ જ જાણે
ઘાયલ થયાની ગત ઘાયલ જ જાણે
એમને લાગેલો જખમ છોને ભવોભવ રૂઝાય નહિ

વીજલડી રે…
વીજલડી રે આમ ઝબકીને હાલ્યા જવાય નહિ
આમ ઝબકીને હાલ્યા જવાય નહિ
આમ ઝબકીને હાલ્યા જવાય નહિ

સ્વરઃ મન્ના ડે અને સુલોચના વ્યાસ
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ હોથલ પદમણી (૧૯૭૪)

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]