આપો તો લઈ લેશે આપો તો લઈ લેશે, માગો તો ના કહેશે માણસ સઘળાં છે તકવાદી ચેતીને રહેજો રે, નહિતર છે બરબાદી વાતોમાં તેઓ સિકંદર છે મતલબ દિલની અંદર બીજાની વાત કઢાવે પોતાની વાત છૂપાવે સાભળજો, મીઠી મીઠી વાતો કરશે ન પાણીનો પ્યાલો ધરશે આપો તો લઈ લેશે, માગો તો ના કહેશે માણસ સઘળાં છે તકવાદી ચેતીને રહેજો રે, નહિતર છે બરબાદી અહીં રંગ બદલતા લોકો એની પાસ દુનિયાદારી પૈસો છે અહીં પરમેશ્વર પૈસાની વાત જ ન્યારી કહેવત છે સ્વાર્થની છે અહીં સગાઈ અરે વખત સાથે જાયે બદલાઈ આપો તો લઈ લેશે, માગો તો ના કહેશે માણસ સઘળાં છે તકવાદી ચેતીને રહેજો રે, નહિતર છે બરબાદી સ્વરઃ મોહમદ સલામત ક્લીક કરો અને સાંભળોઃ
|