એક ગોકુળ સરખું ગામ
એક ગોકુળ સરખું ગામ, હોય એક ગોકુળ સરખું ગામ
એક ગોકુળ સરખું ગામ, હોય એક ગોકુળ સરખું ગામ
જ્યાં ગોરી ગોરી ગોપિકા ને હોય શ્યામળો શ્યામ
એક ગોકુળ સરખું ગામ
હે... ગોરસ લઈને ગોપિકાઓ મહી વેંચવા જાય
કુંજગલીમાં ઘૂમતી ઘૂમતી ગીત મધુરા ગાય
શામળિયો એને આવી સતાવે કરવા નહિ દે કામ
એક ગોકુળ સરખું ગામ, હોય એક ગોકુળ સરખું ગામ
વનવગડાંની વાટે શામળિયો સૂર છેડે બંસીના
શામળિયો સૂર છેડે
કામ મૂકી ને ઘેલી ગોપિકા જાતી કેડે કેડે
શ્યામ વિના સૂના સૂના ધામ
એક ગોકુળ સરખું ગામ, હોય એક ગોકુળ સરખું ગામ
સ્વરઃ ભાલ મલજી અને સુધા લાખિયા
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ક્લીક કરો અને સાંભળોઃ
આ ઓડિયો રેકોર્ડિંગ મોકલવા
બદલ અમેરિકા નિવાસી
શ્રી ગિરીશ મોદી (Tel: 001-678-826-4725)નો આભાર.
|