પાંદડું લીલું ને રંગ રાતો પાંદડું લીલું ને રંગ રાતો પાંદડું લીલું ને રંગ રાતો હે જી મારી મહેંદીનો રંગ મદમાતો મદમાતો પાંદડું લીલું ને રંગ રાતો પાંદડું લીલું ને રંગ રાતો ભૂલી રે પડી હું તો રંગના બજારમાં લાગ્યો મને રંગ કેરો છાંટો પાંદડું લીલું ને રંગ રાતો રેશમની કાયા તારી જાણે લજામણી લટકંતી લટો તારી ભૂલ રે ભૂલામણી રૂપને ઘેરીને બેઠો ઘૂંઘટનો છેડલો વાયરાની લહેરમાં લહેરાતો પાંદડું લીલું ને રંગ રાતો પાંદડું લીલું ને રંગ રાતો હે જી મારી મહેંદીનો રંગ મદમાતો મદમાતો પાંદડું લીલું ને રંગ રાતો પાંદડું લીલું ને રંગ રાતો રંગરસિયા જરા આટલેથી અટકો દિલને લોભાવે તારા લોચનનો લટકો વારી વારી થાકી તોયે છેલ રે છબીલા તું તો અણજાણે આંખમાં છુપાતો પાંદડું લીલું ને રંગ રાતો હે જી મારી મહેંદીનો રંગ મદમાતો મદમાતો પાંદડું લીલું ને રંગ રાતો પાંદડું લીલું ને રંગ રાતો સ્વરઃ લતા મંગેશકર અને મહેન્દ્ર કપૂર ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ ચિત્રપટઃ મહેંદી રંગ લાગ્યો (૧૯૬૦) ક્લીક કરો અને સાંભળોઃ
|